મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023

આજની ઘડી તે રળિયામણી Aaj ni ghadi te raliyamani

 "આજની ઘડી તે રળિયામણી.

હેમારો વહાલોજી આવ્યાની વધામણી હોજી રે...આજની ...


જી રે તરિયા તોરણ તો બંધાવિયાં

હેમારા વહાલાજીને મોતિડે વધાવિયાં હોજી રે...આજની ...


જિ રે લીલુડા વાંસ વઢાવીએ

હેમારા વહાલાજીનોમંડપ રચાવીએહોજી રે...આજની ...


પૂરોપૂરો સોહાગણ સાથિયો

હેવહાલો આવે મલપતો હાથિયો હોજી રે...આજની ...


જી રેજમુનાનાં જળ મંગાવીએ

હેમારા વહાલાજીનાં ચરણ પખાળી એહોજી રે...આજની ...


સહુસખીઓ મળીને વધાવીએ

હેમારા વહાલાજીનાં મંગળ વધાવીએ હોજી રે...આજની ...


જી રેતન મન ધન ઓવારીએ

હેમારાં વહાલાજીની આરતી ઉતારીએ હોજી રે...આજની ...


જી રેરસ વાધ્યોછે અતિ મીઠડો

હેમહેતા નરસૈંનો સ્વામી દીઠડો હોજી રે...આજની "

જુઓ જશોદા મારી ગોળી ફોડી Juo jashoda mari goli fodi

 "ગોળી ફોડી મારી ગોળી ફોડી

જુઓ જશોદા મારી ગોળી ફોડી


ગામની ગમાણમાં ગોવિંદ સંતાયા

વાછરુ સર્વેમેલ્યા છોડી ...


સૂતાં બાળકનાં અંગ મરોડ્યા

નઈયાં નેનેતરાં નાખ્યા તોડી

શીકેથી વહાલેગોરસ ઉતાર્યાં

ખાધાં નહીં એટલાં નાખ્યા ઢોળી ...


ચાર પાંચ ગોપીઓટોળેમળીને

કાનાનેબાંધી દઈએતાણી ...જુઓ...


ચાલોજશોદા માતાનેકહીએ

કાનોકનડેછેશુંરેજાણી ...જુઓ...


વલ્લભના સ્વમી પ્રભુ

રસિયા નેતોફાની

ગોળી ફોડી એણેજાણી જાણી ...જુઓ."

નાગર નંદજીના લાલ nagar nandaji na lal ras ramta

 "નાગર નંદજીના લાલ

રાસ રમતાં મારી નથડી ખોવાણી

કાના જડી હોય તોઆલ ...રાસ ...


નાની નાની નથડી ને માંહી જડેલા હીરા

નથડી આપોને તમે સુભદ્રાના વીરા ...નાગર ...


નાનેરી પહેરું તો મારે નાકેન સોહાય

મોટેરી પહેરું તોમારા મુખ પર ઝોલા ખાય ...નાગર ...


વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર

રાધાજીની નથડીનો શામળીયો છે ચોર ...નાગર ...


નથડી આપોને પ્રભુનંદના કુમાર

નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર ...ન"

રૂડી ને રંગીલી રે વહાલા તારી વાંસળી Rudi ne rangili vala tari vansali

 "રૂડી ને રંગીલી રે વહાલા તારી વાંસળી રેલોલ.

મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રે લોલ


વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો

પાણીડાંને મશે રે જીવણ જોવા નીસરી રે લોલ

બેડા મેલ્યાં માન સરોવર પાળ જો

ઈંઢોણી વળગાડી રે આંબલિયાની ડાળીએ રે લોલ

ગોપી તેહાલ્યા વનરા તે વનની મોઝાર જો

કાન વર કોડીલા રેકેડોમારોરોકી ઊભા રે લોલ

કેડો મેલો પાતળિયા ભગવાન જો

સાસુડી હઠીલી મારી નણદલ મહેણાં મારશે રે લોલ

વાગી તારા ઝાંઝરનો ઝણકાર જો

હળવાં હળવાં હાલોરેતમેરાણી રાધિકા રેલોલ

જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો

અહીંયાં કોઈએ દીઠા રે કામણગારા કાનને રે લોલ

નીરખી નીરખી થઈ છુંહુંતોન્યાલ જો

નરસૈંયાના સ્વમી રે બાઈયું અમનેભલે મળ્યા રે"

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં Vadaladi varsi re sarovar chhali valya

 "વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં.

સાસરીયેજાવુંરે, મહિયરિયેમહાલી રહ્યાં

મારા પગ કેરાં કડલાં રે

વીરો મારો લેવા હાલ્યો.

વીરા લઈને વહેલો આવજે રે

સાસરીયાં મારાં ઘેરેબેઠાં ...વાદલડી ...

મારા હાથ કેરો ચુડલોરે

વીરો મારો લેવા હાલ્યો.

વીરા લઈને વહેલો આવજેરે

સાસરીયાં મારાં ઘેરેબેઠાં ...વાદલદી ...

મારી ડોક કેરો હારલો રે

વીરો મારો લેવા હાલ્યો.

વીરા લઈને વહેલો આવજે રે

સાસરીયાં મારાં ઘેરેબેઠાં ...વાદલદી ...

મારા નાક કેરી નથડી રે

વીરો મારો લેવા હાલ્યો.

વીરા લઈને વહેલો આવજે રે

સાસરીયાં મારાં ઘેરેબેઠાં ...વાદલદી ...

વાદલદી વરસી રે, સરોવર છલી વળ્યાં.

સાસરીયે જાવુંરે, મહિયરિયે મહાલી "

તું દયાળી છે માં માગું તારી દયા Tu dayali chhe ma magu tari daya

"તું દયાળી છે માં માગું તારી દયા

તું દયાળી છે માં માગું તારી દયા 


તારા વિન સુનો સુનો છે ગરબો અહિયાં 

દયાળી છે માં માગું તારી દયા 


તું દયાળી છે માં માગું તારી દયા.


ગબરના ગોખ વાળી, ચાચર ના ચોક વાળી 

નમું ચરણોમાં તારા હો આરાસુર વાળી 

ગબરના ગોખ વાળી, ચાચર ના ચોક વાળી 

નમું ચરણોમાં તારા હો આરાસુર વાળી 

દયાળી છે માં માગું તારી દયા 

તું દયાળી છે માં માગું તારી દયા.. 


તારા વિન સુનો સુનો છે ગરબો અહિયાં

દયાળી છે માં માગું તારી દયા 

"

ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર Indhana vinava gaiti mori saiyar

"ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર

ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો-હો

ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર

ઈંઘણા વિણવા ગઈ તી રે

 

વેળા બપોર ની થઈ તી મોરી સૈયર

વેળા બપોર ની ગઈ તી રે લોલ

વેળા બપોર ની થઈ તી મોરી સૈયર

વેળા બપોર ની થઈ તી રે લોલ

 

ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર

ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો

ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર

ઈંઘણા વિણવા ગઈ તી રે

 

જેની તે વાટ જોતી સૈયર, જેની તે વાટ જોતી રઇ, હો-હો-હો

જેની તે વાટ જોતી સૈયર, જેની તે વાટ જોતી રઇ

મારો નવલયો આવ્યો રે મોરી સૈયર, મારો નવલયો આવ્યો રે લોલ

મારો નવલયો આવ્યો રે મોરી સૈયર, મારો નવલયો આવ્યો રે લોલ

 

ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર

ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો

ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર

ઈંઘણા વિણવા ગઈ તી રે

 

જેની હું પ્રેમ દેવાની સૈયર, જેની હું પ્રેમ દેવાની રે, હો-હો-હો

જેની હું પ્રેમ દેવાની સૈયર, જેની હું પ્રેમ દેવાની રે

ભાલો મારો પ્રીતમ, આવ્યો મોરી સૈયર

ભાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ

ભાલો મારો પ્રીતમ, આવ્યો મોરી સૈયર

ભાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ

 

ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર

ઈંઘણા વિણવાગઈ તી રે, હો-હો

ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર

ઈંઘણા વિણવા ગઈ તી રે

"

સપનાં વિનાની આખી રાત Sapna vina ni aakhi rat

"ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી

તારે ઘેર

રમવા વેલી આવજે માડી

કરજે અમ પર મેર

 

રમવા વેલી આવજે માડી

કરજે અમ પર મેર

 

ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી

તારે ઘેર

રમવા વેલી આવજે માડી

કરજે અમ પર મેર

 

રમવા વેલી આવજે માડી

કરજે અમ પર મેર

 

તારી નદીઓ પાછી વાળજે

 

તારી વીજળી ભૂંસી નાખજે

 

તારી નદીઓ પાછી વાળજે

તારી વીજળી ભૂંસી નાખજે

તારા પગના ઝાંઝર રોકજે

 

હે પગના ઝાંઝર રોકજે

તારી કેડીએ બાવળ રોપજે

ને માવડી પાસે માંગજે ખાલી રાત રે

સપનાં વિનાની આખી રાત

સપનાં વિનાની આખી રાત"

મને લઇ જા ને તારી સંગાથ mane lai ja ne tari sangath tara vina

"મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી

કાના આવે છે , તારી બહુ યાદ , તારા વિના ગમતું નથી

મને લઇ જા.. લઇ જા.. લઇ જા… રે લઇ જા..

મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી



નૈને નિદ્રા ના આવે , ઝબકી ને જાગતી , વેરણ વિરહ ની રાત

માંડ માંડ પડે છે પ્રભાત , તારા વિના ગમતું નથી

મને લઇ જા.. લઇ જા.. લઇ જા… રે લઇ જા..

મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી


સૂનું વનરાવન ને ગાયોનું ગોંદરૂ , સૂનું યમુના નું ઘાટ

સૂના લાગે કદંબ ના ઝાડ , તારા વિના ગમતું નથી

મને લઇ જા.. લઇ જા.. લઇ જા… ને લઇ જા..

મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી



કહ વિધાન કે રાધા હજુ નથી માનતી, આવું કરે નઈ મારો કાન

રાધા જુરે છે દિવસ ને રાત, કે તારા વિના ગમતું નથી

મને લઇ જા.. લઇ જા.. લઇ જા… રે લઇ જા..

મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી"

ક્યાં વાગી ક્યાં ના વાગી મારા Kya vagi kya na vagi mara

"હે….ક્યાં વાગી ને ક્યાં ના…વાગી

મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી

ક્યાં વાગી ક્યાં ના વાગી મારા

વાલીડા ની વાંસળી ક્યાં વાગી

શ્રાવણ ઘનઘોર એમાં મોરલીનો શોર છે

શ્રાવણ ઘનઘોર એમાં મોરલીનો શોર છે

હે….મુને રગરગમાં રંગીલા ની

લગન્યું લાગી

મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી

હે ક્યાં વાગી ક્યાં ના વાગી મારા

વાલીડા ની વાંસળી ક્યાં વાગી


હે……આંખ્યું નું કાજળ ગાલે લગાડ્યું કે

અવળી ઓઢાણી ઓઢી ઓઢી ઓઢી હે

અવળી તે ઓઢાણી ઓઢી

બાંધી ના બાંધી પૂરી કમખા ની કાગ

અને સતજમુના ને આરે દોડી દોડી દોડી

તટ જમુના ને આરે દોડી

હે……આંખ્યું ને અણહારો એવો તો કારમો કે

કાળજા ની કોર મારી ગઈ રે ભાંગી

મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી

હે ક્યાં વાગી ક્યાં ના વાગી મારા

વાલીડા ની વાંસળી ક્યાં વાગી


લીલી ટોપી ને માથે મોર નું છોગું

હઈડા નાં હાર થી એ મુખડું છે મોંઘુ

લીલી ટોપી ને માથે મોર નું છોગું

હઈડા નાં હાર થી એ મુખડું છે મોંઘુ

હે….ખોરવી પાથરીને જશોદા ને વિનવી

૧ ૨

હે મેં તો આજ રાત કાનુડા ને લીધો માંગી

મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી

હે ક્યાં વાગી ક્યાં ના વાગી મારા

વાલીડા ની વાંસળી ક્યાં વાગી


હાથ માં ચૂડલો ને ડોક માં દોરો

પગે પેર્યા સાંકળા ને કેડમાં કંદોરો

હાથ માં ચૂડલો ને ડોક માં દોરો

પગે પેર્યા સાંકળા ને કેડમાં કંદોરો

હે……રાધા તારો રંગ ગોરો હું તો

કાલુડો છોરો

હો રાધા તારો રંગ ગોરો હું તો

કાલુડો છોરો

૧ ૨

કર્યું કામણ તે જોબન ની ભૂરકી નાખી

મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી

હે ક્યાં વાગી ક્યાં ના વાગી મારા

વાલીડા ની વાંસળી ક્યાં વાગી

છંદ ……………………"

મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ Mari sheri e thi kan kuvar aavta re lol

હે મારી…… શેરીએથી ……..

કાનકુંવર આવતા રે લોલ,

મુખેથી મોરલી વગાડતા રે લોલ.

હે મારી

1 2 3 4

હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ

મુખેથી મોરલી વગાડતા રે લોલ.

હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ

મુખેથી મોરલી વગાડતા રે લોલ.

હે હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ

ઓઢણ અંબર વીસરી રે લોલ.

હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ

મુખેથી મોરલી વગાડતા રે લોલ.


હે …સાગ રે સીસમની મારી વેલડી રે લોલ

1 2

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ

નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ.

નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ.

હે મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ

જઇને અમરાપરમાં છોડિયા રે લોલ

જઇને અમરાપરમાં છોડિયા રે લોલ

હે અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ

મેં તો માન્યું કે હરિ અહીં મળે રે લોલ

હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ

મુખેથી મોરલી વગાડતા રે લોલ.

હે મારી


હે ..મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ

1 2

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ

તાંબાના તાસમાં ટાઢો કર્યો રે લોલ

તાંબાના તાસમાં ટાઢો કર્યો રે લોલ

હે હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યો રે લોલ

મારે કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ

કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ

હે મુને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ

કોળિયો જમાડું જમણા હાથનો રે લોલ

હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ

મુખેથી મોરલી વગાડતા રે લોલ.

હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ

મુખેથી મોરલી વગાડતા રે લોલ.

1 2 3

મુખેથી મોરલી વગાડતા રે લોલ.

મુખેથી મોરલી વગાડતા રે લોલ."

માથે મટુકડી મહીની મેલી Mathe matukadi mahi ni meli hu mahiyaran

માથે મટુકડી મહીની મેલી

હું મહિયારણ હાલી રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી

હું મહિયારણ હાલી રે ગોકુળમાં

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા


સાંકડી શેરીમાં મુને સસરાજી મળિયા

મને લાજું કાઢ્યા ની

ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી

હું મહિયારણ હાલી રે ગોકુળમાં

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા


સાંકડી શેરીમાં મુને સાસુજી મળિયા

મુને પાયે પડ્યા ની

ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી

હું મહિયારણ હાલી રે ગોકુળમાં

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા


સાંકડી શેરીમાં મુને જેઠજી મળિયા

મુને ઝીણું બોલ્યાની

ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી

હું મહિયારણ હાલી રે ગોકુળમાં

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા


સાંકડી શેરીમાં મુને જેઠાણી મળિયા

મુને વાદે વદ્યા ની

ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી

હું મહિયારણ હાલી રે ગોકુળમાં

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા


સાંકડી શેરીમાં મુને નણદલ મળિયા

મુને મેણા માર્યા ની ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી

હું મહિયારણ હાલી રે ગોકુળમાં

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા"

મૈય્યા માંગુ તારી પાસ Maiya Magu tari pas

"મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગી માંગી માંગુ હું તો એટલું

મારો અમર રાખોને ચૂડી ચાંદલો

મારો અમર રાખોને ચૂડી ચાંદલો

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

૧ ૨ ૩ ૪

હું તો આવી તારે દ્વાર

તું છે દીલડા ની દાતાર

હું તો આવી તારે દ્વાર

તું છે દીલડા ની દાતાર

હું તો આવી તારે દ્વાર

તું છે દીલડા ની દાતાર

હું તો આવી તારે દ્વાર

તું છે દીલડા ની દાતાર

માડી જુગજુગ રાખો મારી જોડ રે

મારો અમર રાખોને ચૂડી ચાંદલો

મારો અમર રાખોને ચૂડી ચાંદલો

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

૧ ૨ ૩ ૪

જેવી રામસીતા ની જોડ

એવી રાખો મારી જોડ

જેવી રામસીતા ની જોડ

એવી રાખો મારી જોડ

જેવી રામસીતા ની જોડ

એવી રાખો મારી જોડ

જેવી રામસીતા ની જોડ

એવી રાખો મારી જોડ

માડી જુગજુગ રાખો મારી જોડ રે

મારો અમર રાખોને ચૂડી ચાંદલો

મારો અમર રાખોને ચૂડી ચાંદલો

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ

મૈય્યા માંગુ તારી પાસ

મારી પૂરી કરજો આસ"

મને રૂપાની ઝાંઝરી ઘડાવ હો વાલમ વરણાગી Mane rupa ni zanzari ghadav valam

"મને રૂપાની ઝાંઝરી ઘડાવ

હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

હો વાલમ વરણાગી

એને મીનકારીથી મઢાવ

હો વાલમ વરણાગી

હો વાલમ વરણાગી હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

હો વાલમ વરણાગી


આભલા ભરેલી મને ઓઢણી મંગાવી દે

1 2 3 4

આભલા ભરેલી મને ઓઢણી મંગાવી દે

આભલા ભરેલી મને ઓઢણી મંગાવી દે

આભલા ની કોરમાં મોરલો ચિતરાવી દે

આભલા ની કોરમાં મોરલો ચિતરાવી દે

મારા કામખામાં ભાથીયું પડાવ

હો વાલમ વરણાગી

હો વાલમ વરણાગી હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

હો વાલમ વરણાગી


રૂપલા ઈંઢોણી ત્રાંબા ગરબો કોરાવી દે

1 2 3 4

રૂપલા ઈંઢોણી ત્રાંબા ગરબો કોરાવી દે

રૂપલા ઈંઢોણી ત્રાંબા ગરબો કોરાવી દે

ગરબા માં મમતા થી દીવડો પ્રગટાવી દે

ગરબા માં મમતા થી દીવડો પ્રગટાવી દે

ઢોલ ત્રાંતા શરણાઈ વગડાય

હો વાલમ વરણાગી

હો વાલમ વરણાગી હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

હો વાલમ વરણાગી

એને મીનકારીથી મઢાવ

હો વાલમ વરણાગી

હો વાલમ વરણાગી હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

હો વાલમ વરણાગી"

ગણેશ દેવા કરૂ તારી સેવા હો ganesh deva karu tari seva

ગણેશ દેવા કરૂ તારી સેવા હો

ખોલો મારા રૂદિયા ના તાળા મારા દેવા

હો ગણેશ દેવા

પહેલી કંકોત્રી આરાસુર મોકલો હો

અંબેમાં ને તેડાવો મારા દેવા

હો ગણેશ દેવા

બીજી કંકોત્રી ચોટીલા મોકલો હો

ચામુંડ માં ને તેડાવો મારા દેવા

હો ગણેશ દેવા

ત્રીજી કંકોત્રી પાવાગઢ મોકલો હો

મહાકાળી માં ને તેડાવો મારા દેવા

હો ગણેશ દેવા

ચોથી કંકોત્રી રાજપરા મોકલો હો

ખોડિયાર માં ને તેડાવો મારા દેવા

હો ગણેશ દેવા

પાંચમી કંકોત્રી ખેડા ગામ મોકલો હો

મેલડી માં ને તેડાવો મારા દેવા

હો ગણેશ દેવા

ગણેશ દેવા કરૂ તારી સેવા હો

ખોલો મારા રૂદિયા ના તાળા મારા દેવા

હો ગણેશ દેવા"

કાન તારી મોરાલીયે મોહિને ગરબો ઘેલો કીધો kan tari morliye mohine garbo

કાન તારી મોરાલીયે મોહિને,

ગરબો ઘેલો કીધો.

એવા સર્વર સાદની,

રે માજમ રાત ની,

જીરે મોરાલી ક્યારે વાગી.

હે કાન તારી મોરલીયે મોહિને...

હે કાન તારી મોરલીયે મોહિને,

રોતા બાલ મેલ્યા.

એવા સર્વર સાદની,

રે માજમ રાત ની,

જીરે વિજોગન કયારે રે વાગી.

કાન તારી મોરલીયે મોહિને…

કાન તારી મોરલીયે મોહી ને,

મા ને બાપ મેલ્યા.

ઈવા સર્વર સાદની,

રે માજમ રાત ની,

જીરે વાંસલડી ક્યારે વાગી.

હે કાન તારી મોરાલીયે... Guj"

અમે મૈયારા કંસ રાજાના Ame Mahiyara kans raja na

અમે મૈયારા કંસ રાજાના વાલા

કોઈને ના દઈએ દાણ રે

હારે કોઈને ના દઈએ દાણ રે

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મેલી દીયો ને સુંદર શ્યામ રે

અમે મૈયારા કંસ રાજાના વાલા

કોઈને ના દઈએ દાણ રે...

અષાઢે ગંગા વાલા, ઓલે કાઠે જાવાના ને,

વચમાં છે ગોકુળિયું ગામ

હા રે વાલા વચમાં છે ગોકુળિયું ગામ

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મારગડો મારો મેલી દીયો...

દુધે ભરી છે તલાવડી ને, મોતીડે બાંધી પાળ રે,

હા રે વાલા મોતીડે બાંધી પાળ રે,

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મારગડો મારો મેલી દીયો ને...

દૂધ તમારા ઢોળાઇ જશેને, તૂટશે મોતીડાંની પાળ

હા રે વાલા તૂટશે મોતીડાં ની પાળ

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મારગડો મારો મેલી દીયો...

ક્યા રાજાનો તુ બેટડોને શુ છે તમારા નામ

હા રે વાલા શુ છે તમારા નામ

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મારગડો મારો મેલી દીયો ને...

નંદ રાજા નો હું બેટડોને, કાન કુંવર અમારા નામ

હા રે વાલા કાન કુંવર અમારા નામ

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મારગડો મારો મેલી દીયો..."

સૈયર વનરા તે વનમાં વેણું વાગી Saiyar vanra te van ma venu vage

સૈયર વનરા તે વનમાં વેણું વાગી

હું તો ભર રે નીંદરડીમાં

મધ રે રાતલડીમાં હો ઝબકીને જાગી રે

વેણું વાગી…

સૈયર વનરા તે વનમાં વેણું વાગી

સૈયર વનરા તે વનમાં વેણું વાગી...

સૈયર આંબે તે મંજરી મ્હોરી રહી

અલી પલ્લવને પુંજપુંજ છૂપી કોયલડી

હો ટહુકવાને લાગી રે

વેણું વાગી…

સૈયર વનરા તે વનમાં વેણું વાગી

સૈયર વનરા તે વનમાં વેણું વાગી...

સૈયર વનરા તે વનમાં વેણું વાગી

હું તો ભર રે નીંદરડીમાં

મધ રે રાતલડીમાં હો ઝબકીને જાગી રે

વેણું વાગી…

સૈયર વનરા તે વનમાં વેણું વાગી

સૈયર વનરા તે વનમાં વેણું વાગી.. "

સરોવર ઝીલવા ને ગઈ તી સજન વા Sarovar zilva ne gaiti sajan va

સરોવર ઝીલવા ને ગઈ ‘તી… સજન વા

સામે સરોવર કાળુડો નાગ રે…

સરોવર ઝીલવા ને ગઈ ‘તી… સજન વા

સામે સરોવર કાળુડો નાગ રે…

એના રંગે હું રંગાણી

એની પ્રિતડીએ બંધાણી…

એના લોચનીયે લોભાણી

એની આંખોમાં સમાણી

હો.. હો.. હો.. હો..

સરોવર ઝીલવા ને ગઈ ‘તી… સજન વા

સામે સરોવર કાળુડો નાગ રે…

તેજમાં દેહ કાંઈ ચમકે સજન વા

નૈનમાં નીલમ ની જ્યોત રે

હો મારું કાળજડું વિંધાણું

મારૂ મનડું આજ મુંજાણુ

મારુ અંગ આ ભીંજાણું

તારા રંગે એ રંગાણું

હો.. હો.. હો.. હો..

સરોવર ઝીલવા ને ગઈ ‘તી… સજન વા

સામે સરોવર કાળુડો નાગ રે…"

ઝુલે ઝુલે ગબ્બરની માય અંબા ઝુલે છે Zule chhe Gabbar ni may amba zule chhe

"ઝુલે ઝુલે ગબ્બરની માય, અંબા ઝુલે છે

માને ઝુલે ઝુલવાની હોંશ ઘણી

ભક્તો ઝુલાવે ખમ્મા, મા ખમ્મા ઘણી

ભક્તો ઝુલાવે, મા ખુશ થાય, અંબા ઝુલે છે

ઝુલે ઝુલે ગબ્બરની માય, અંબા ઝુલે છે

માને દરવાજે નોબત ગડગડે છે

વળી શરણાઇનાં સૂર સાથે મળે

રસ મસ્તાનમાં સૂર સંભળાય, અંબા ઝુલે છે

મા તો ચાલે ત્યાં કુમકુમનાં પગલા પડે

અંબા બોલે ત્યાં મુખડેથી ફુલડાં ઝરે

વરસે વરસે કુમકુમનો વરસાદ, અંબા ઝુલે છે

આજ શોભા Charlotteની નવલી બની

આવો ગાવો સૌ ભક્તજનો સાથે મળી

ગરબો ગાયો, ગવરાવે મસ્તાન, અંબા ઝુલે છે"

અંબાજી હિંચકે ઝુલે રે આરાસુર ધામમાં Ambaji Hinchake zule re arasur dham ma

અંબાજી હિંચકે ઝુલે રે, મા ઝુલે રે આરાસુર ધામમાં

નવરંગા ઝુલણે ઝુલે રે, મા ઝુલે રે આરાસુર ધામમાં

અંબાજી હિંચકે ઝુલે રે…

હો દેવો ઝુલાવે મા અંબાનો ઝુલો (2)

આભેથી ફૂલડાં વરસે રે માં, ઝુલે રે… આરાસુર ધામમાં

અંબાજી હિંચકે ઝુલે રે…

નવરંગા ઝુલણે ઝુલે રે માં, ઝુલે રે… આરાસુર ધામમાં

અંબાજી હિંચકે ઝુલે રે…

સોનાના ગરબે માડી ગરબામાં ઘુમે

તાળીના તાલે માડી અંબાજી ઝુલે

ઢોલ શણગાર્યુ… વાગે રે આરાસુર ધામમાં

અંબાજી હિંચકે ઝુલે રે…"

આબુને રસ્તે બંગલા ચણાય છે Abu ne raste bangala chanay chhe

આબુને રસ્તે બંગલા ચણાય છે બબ્બે ઘડી

આજ મારી અંબે મા ગરબે રમી

ગરબે રમી ગુલાલે રમી

આજ નવદુર્ગા ગરબે રમી

આજ તો રમવા સટ પર થઈ

ને ગરબે ઘુમવા ઝટ પર થઈ

પાવાગઢને રસ્તે બંગલા ચણાય છે બબ્બે ઘડી

આજ મારી બહુચર મા રંગે રમી

રંગે રમી ગુલાલે રમી

આજ મારી કાળકા મા રંગે રમી

રહી છે લડી રે આજ રહી છે લડી

આજ મારી કાળકા મા રહી છે લડી

આજ તો રમવા સટ પર થઈ

ને ગરબે ઘુમવા ઝટ પર થઈ

શંખલપુરને રસ્તે બંગલા ચણાય છે બબ્બે ઘડી

આજ મારી કાળકા મા ગરબે રમી

આજ તો રમવા સટ પર થઈ

ને ગરબે ઘુમવા ઝટ પર થઈ

રંગે રમી ગુલાલે રમી

આજ નવદુર્ગા રંગે રમી"

કુમકુમ પગલે રે, માડી આવો ને, રમવા આવો ને

હો… મા… હો… મા… હો… મા… હો… મા…

કુમકુમ પગલે રે, માડી આવો ને, રમવા આવો ને

હો… મા… હો… મા… હો… મા… હો… મા…

કુમકુમ પગલે રે, ચાચર ચોકે રે, રમવા આવો ને

હો… મા… હો… મા… હો… મા… હો… મા…

સોના ઈંઢોળે રતન જડ્યા છે

સાચા મોતીનાં તોરણ મઢ્યા છે

આવો માડી ગરબે ઘુમવા સરખી સૈયર સાથે

માથે ગરબો લઈ, રમજો તાળી દઈ, માડી આવો ને

હો… મા… હો… મા… હો… મા… હો… મા…

કુમકુમ પગલે રે, માડી આવો ને, રમવા આવો ને"

રૂમઝુમ કરતા આવો અંબેમા ઓ મતવાલા Garbe Ramva aavo ambe ma o matvala

રૂમઝુમ કરતા આવો અંબેમા… ઓ મતવાલા

ઓ મતવાલા (૨) ગરબે રમવા આવો, અંબેમા… ઓ મતવાલા

સોના રૂપાનાં ગરબા કોરાવ્યા

દિવડાં પેટાવ્યા ને ફુલડે સજાવ્યા

સંયરો સંગે આવો અંબેમા… ઓ મતવાલા

રૂમઝુમ કરતા આવો અંબેમા… ઓ મતવાલા

નવરંગ ચુંદડી હીરલે મઢાવી

હીરલે મઢાવી ને ફુલડે સજાવી

નવરાત્રીની રાતે અંબેમા… ઓ મતવાલા"

કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ Kumkum kera pagle madi garbe ramva aav

કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ,

કે માડી ઘણી ખમ્મા..

ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ,

કે માડી ઘણી ખમ્મા..

કુમકુમ કેરા પગલે…

ચાલો સહિયર જઈએ ચાચર ચોકમાં રે લોલ

દિવડો પ્રગટાવી માના ગોખમાં રે લોલ

આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ

સામૈયું તે માનું કરીએ તોરણે રે લોલ

જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ

વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ,

કે માડી ઘણી ખમ્મા..

ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ,

કે માડી ઘણી ખમ્મા..

કુમકુમ કેરા પગલે…

ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ

ઘુમી ઘુમી ગરબો સૌએ લેજો રે લોલ

સાથિયા પૂરાવો ઘરને આંગણે રે લોલ

અસવારી તે માની વાઘે શોભતી રે લોલ

જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ

ઘરના આંગણિયામાં આવી મંદિર તું સર્જાવ

ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ

કે માડી ઘણી ખમ્મા..

કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ

કે માડી ઘણી ખમ્મા.."

જય જય બહુચરબાળી બિરદાળી મા Jay Bahucharbali birdali ma

જય જય બહુચરબાળી બિરદાળી મા,

જય જય અંબા ભવાની

મોરી મા… રમો રમો રે આનંદે મોરી મા…

માને કાને તે કુંડળ શોભતાં, મા તો ચૌદ ભુવનમાં બિરાજતા

માને કાને કુંડળ શોભે મા તો ચૌદ ભુવનમાં બિરાજે

મોરી મા… રમો રમો આનંદે મોરી મા…

માને ટીલડી તે શોભે લલાટ રે,

માને આંખે તે અણિયલ ધાર રે

મોરી મા… રમો રમો આનંદે મોરી મા…"

આરાસુરમાં અંબા કરે રે કિલ્લોલ Arasur ma amba kare re killol

આરાસુરમાં અંબા કરે રે કિલ્લોલ

કરે રે કિલ્લોલ માડી બોલે ઝીણા મોર…

સોમવારે માતા લક્ષ્મીજી સ્વરૂપે

કમળમાં બેસીને માડી કરે રે કિલ્લોલ…

મંગળવારે માતા રાંદલ સ્વરૂપે

લોટે બેસીને માડી કરે રે કિલ્લોલ…

બુધવારે માતા બહુચરમા સ્વરૂપે

કુકડે બેસીને માડી કરે રે કિલ્લોલ…

ગુરુવારે માતા ગાયત્રી સ્વરૂપે

ગરુડે બેસીને માડી કરે રે કિલ્લોલ…

શુક્રવારે માતા સંતોષી સ્વરૂપે

બાજોઠે બેસીને માડી કરે રે કિલ્લોલ…

શનિવારે માતા સરસ્વતી સ્વરૂપે

મયુરે બેસીને માડી કરે રે કિલ્લોલ…

રવિવારે માતા અંબાજી સ્વરૂપે

વાઘે ચડીને માડી કરે રે કિલ્લોલ…

આભમાં ઉગ્યો છે ચાંદલો ને Abh Ma ugyo ne chandlo ne Gujarati Garba Lyrics

આભમાં ઉગ્યો છે ચાંદલો ને

સાથે રાસડાની રમઝટ હો

ઢોલકના તાલ પર પડે છે તાળી ને

ગરબાની રમઝટ હો

નવનવ દિવડાની જ્યોત પ્રગટાવી (૨)

નવનવ રંગોની ગરબી સજાવી (૨)

સોના રૂપાની માડી થાળી સજાવી ને

દિવડાંની ઝગમગ હો…. આભમાં

નવરંગ ફૂલોની માળા બનાવી (૨)

નવનવ રંગોની આરતી સજાવી (૨)

ભાવભર્યા હૈયે મે આરતી ઉતારી કે

આરતી ઝગમગ હો…. આભમાં"

વેણુ વગાડતો Venu vagadto Gujarati Garba Lyrics

વેણુ વગાડતો … વેણુ વગાડતો

વેણુ વગાડતો, ગાયો હંકારતો

આયો જશોદાનો કાનડો

… વેણુ વગાડતો

માથે છે મોરપિચ્છ, કેડે કંદોરો

હળવેથી હળવેથી કાનુડો આવતો

પનઘટની કેડીએ મારગડો રોકતો

… વેણુ વગાડતો

સહિયર સૌ કાનને હેતે રમાડ્યા

મટકીથી મટકીથી મહીડા ચુરાવ્યા

મહીડા ચુરાવીને દલડા ચુરાવતો

… વેણુ વગાડતો

આભમાં ઉગ્યો છે ચાંદલો ને Abh ma ugyo chhe chandlo ne

આભમાં ઉગ્યો છે ચાંદલો ને

સાથે રાસડાની રમઝટ હો

ઢોલકના તાલ પર પડે છે તાળી ને

ગરબાની રમઝટ હો

નવનવ દિવડાની જ્યોત પ્રગટાવી (૨)

નવનવ રંગોની ગરબી સજાવી (૨)

સોના રૂપાની માડી થાળી સજાવી ને

દિવડાંની ઝગમગ હો…. આભમાં

નવરંગ ફૂલોની માળા બનાવી (૨)

નવનવ રંગોની આરતી સજાવી (૨)

ભાવભર્યા હૈયે મે આરતી ઉતારી કે

આરતી ઝગમગ હો…. આભમાં

મંગળવાર, 12 સપ્ટેમ્બર, 2023

Navratri Garba Collection

હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો

હો ગોરી છમ છમ છમ છમ ઝાંઝર વાગે

હૈયામાં બાંધ્યો હીંચકો

હૈયા મા બાંધ્યો હીંચકો

હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

હે સૈય્યર હાલોને જઈએ આજ ગરબે ઘુમવાને

હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે

હે રંગલો જામ્યો કાલંદરી ને ઘાટ

હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે માં તારો ગરબો ઝાકમઝોળ

હે મને માવતર મળો તો મારી

હે દરિયા કોઠે દેવળ તારા

હે તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે

હે તમે કુમકુમ પગલીયા પાડો મોરી માત

હે જગ જનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે

હે એકતારો વાગે ને હરિ મારો નાચે

હું તો ગઈ તી મેળે

હું એ ઘૂમું ને મારો ગરબો ઘૂમે

હાલો ને કીડીબાઇની જાનમાં

હલકે હાથે તે નાથ! મહિડાં વલોવજો

સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા

સોના ઈંઢોણી રૂપા બેડલુંરે

સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

સૈયર હાલો ને જઇએ આજ ગરબે ઘૂમવાને

સૈયર વનરા તે વનમાં વેણું વાગી

સૈયર મોરી રે

સૈયર મારો સાહ્યબો રીસાયો સારી સાંજ

સૈયર ઢોલના તાલે

સુના સરવરીયા ને કાંઠડે હું

સાથીયા પુરાવો દ્વારે

સાથીયા પુરાવો દ્વારે

સાચી રે મારી સત રે ભવાની માં

સરોવર ઝીલવા ને ગઈતી

સપનાં વિનાની રાત

શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે

શરદ પૂનમ ની રાત માં ચાંદલિયો ઉગ્યો છે

શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો

શંખલપુર સોહામણું જીરે

વેરૂમાં વીરડો ગાળતી

વેણુ વગાડતો

વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ\n Vagyo Re Dhol

વાંસળીથી વિખૂટો થઇને આ સૂર

વાંસળી વાગી જમુનાને કાંઠે આજ શ્યામ હો

વાંકી વળું તો મારી કેડ વળી જાય

વા વાયા ને વાદળ ઉમટ્યા

લેબુડાના લીલા પીળા પોન

લાવો કંકુડીયાને ચોખલિયા પિ લાવો રે

રૂમઝુમ કરતા આવો

રૂડે ગરબે રમે છે દેવી

રૂડી ને રંગીલી રે વહાલા તારી વાંસળી રેલોલ

રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે

રાસે રમતા જોયા

રાધાને શ્યામ મળી જાશે

રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ

રાધા ગોવાલડીના ઘર પછવાડે

રમે અંબે મા ચાચરના ચોકમાં

રમતો ભમતો જાય , આજ માંનો ગરબો ઘુમતો જાય

રણછોડ રંગીલા

રઘુપતિ રાઘવ રાજારામ

રંગે રમે આનંદે રમે રે આજ નવદુર્ગા રંગે રમે

મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં

મૈય્યા માંગુ તારી પાસ

મેહંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો

મેલી દીયોને ગીરધારી રે મારગડો મારો

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો

મે તો શણગાર્યો ચાચર ચોક

મુને એકલી મૂકીને રમે રાસ

મુને એકલી જાણીને ક્હાને છેડી રે

મુંબઈ થી ગાડી આવી રે

મારો સોનાનો ઘડૂલો રે હા પાણીડા છલકે છે

મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે

મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી

મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો

મારા ઘટમાં બિરાજતા

માથે મટુકડી મહીની મેલી

માતાજીનાં ઊંચાં મંદિર નીચા મોલ

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો

માડી તારા વિના… ગરબો સૂનો રે

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય

માડી તારા મંદિરીયામા

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

માંનો ગરબો રે

માં નો ગરબો આવ્યો રે રમતો રમતો

મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છ

મમતાની મુરત બની સાથે માં તું રહેતી

મને લઇ જા ને તારી સંગાથ

મને રૂપાની ઝાંઝરી ઘડાવ હો વાલમ વરણાગી

મન મોર બની થનગાટ કરે

મણિયારો તે હલુ હલુ

મણિયારો કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકાને 

મંગલ દિવડાની મંગલ જ્યોતે

ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

ભગવાન પણ ભૂલો પડ્યો

બોલાવે રાધા રાસ રમવાને શ્યામને.

બોલ મારી અંબે

બેડલે પાણી હો બેડલે પાણી

બિરદાળી બહુચર માડી

ફૂલ ગજરો રે મારો હિર ગજરો

પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે

પૂનમની પ્યારી પ્યારી રાત

પીળી મટુડી લાવીયા ને કઇ બાંધ્યો પાવાગઢ રે માં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

પાણી ગ્યાતા રે બેની અમે તળાવના રે

પરથમ સમરું સરસ્વતી ને ગુણપત લાગુ પાય

પરથમ સમરું સરસ્વતી ને

પધારો સોનલ ગરબો

પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે

પંખીડા ને આ પીંજરું

નાગર નંદજીના લાલ

નવલાખાય લોબળીયાળીયું ભેળીયું

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

નજર ના જામ છલકાવી ને ચાલ્યા ક્યાં તમે

ધૂણી રે ધાકવી બેલી અમે તારા નામની

દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે

દાંડી પડે ને ઢોલ બોલે સે

દર્શન આપોને માત બહુચરા જીરે

તું દયાળી છે માં માગું તારી દયા

તું કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગમાયા

તાલીઓનાં તાલે ગોરી ગરબે ઘુમી ગાય રે

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે

તારી આંખનો અફીણી

તારા વિના શ્યામ\n Tara VIna Shyam

તારા નામની ચુંદડી ઓઢી

તાતણીયા ધરાવાળી ખોડીયાર મા

તમે ગરબે રમવા આવો હો માડી

તમે કિયા તે ગામના ગોરી રાજ

તમે કિયા તે ગામના ગોરી રાજ

તમે એક વાર મારવાડ જાજો રે, મારવાડા

તને જાતા જોઈ પનઘટની વાટે

ઢોલીડા ઢોલીડા ઢોલ તું એવો વગાડ રે

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર

ઝુલે ઝુલે ગબ્બરની માય

ઝીણો ઝીણો માં ઝીંઝવો રે 

જય જય બોલો આનંદે અંબે માતની રે

જય જય બોલો આનંદે અંબે માતની

જય જય બહુચર બિરદાળી

જય જય આરાસુરની રાણી

જય જય અંબા ભવાની, જય જય આરાસુરની રાણી

જય આદ્યા શક્‍તિ

જગ મે સુંદર હૈ દો નામ

જગ જનની તુજને મારી પુકાર મારી અંબે માં

છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો

છાનું રે છપનું કંઇ થાય નઇ

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં

ચોખલિયાળી ચુંદડીમાં, ગરબે રમવા આવો ને

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ

ચરર ચરર મારું ચકડોળ

ચપટી ભરી ચોખા

ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં 

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ઘરરર રે ઘમ ઘંટી

ગોળી ફોડી મારી ગોળી ફોડી

ગોરી તમે મનડા લીધા મોહી રાજ  \ngori tame manda lidha mohi raj

ગોકુળિયે ગામ નહી આવું

ગરબો, આવ્યો રે રમતો રમતો

ગરબે રમવાના થયા ઓરતા રે.

ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ

ગણેશ દેવા કરૂ તારી સેવા

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

ખોડીયાર છે જોગમાયા મામડીયા ની

ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં

ખમ્મા મારી પાવાવાળી માં

ખમાં મારા નંદજીના લાલ મોરલી

ક્યાં રે આવે સાઇબો એ કોઈ તો બતાવજો

કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા

કુમકુમના પગલાં પડ્યાં \nkum kum na pagla padya

કુમકુમ પગલે રે

કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ

કુમકુમ કેરા પગલે

કુમ કુમ ના પગલા પડ્યા માડી નાં હેત ઢળ્યા

કીડી બિચારી કીડલી ને

કાન્હાને વાલી રાધા

કાનુડાના બાગમાં

કાન તારી મોરાલીયે મોહિન

કાન તને રાધા ગમે કે મીરાં

કહો પૂનમ ના ચાંદ ને આજ

કભી રામ બનકે કભી શ્યામ બનકે

કપડવંજ ની શેરિયો મોનબા આ

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

ઓ મારી માતા

ઓ નંદલાલા...જશોદા ના વ્હાલા

એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે

એવા સાત સાત દેવી ને વીરો માનતા

એવા વંદન વંદન આશાપુરા માત ને

એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે

એક સાબરકાંઠાનો શાહુકાર

એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ મા

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી

એક લાલ દરવાજે

એક પાટણ શેરની\nEk patan sher ni

એ પાવો વાગ્યો મોરલી માં નણદલબઇ મન રહી ગયો

એ જોડે રેજો રાજ

ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના

ઉંચા ઉંચા રે મારી માડીનાં ધામ છે

ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર

આસમાની રંગની ચૂંદડી રે \nAsmana Rang ni Chundadi

આવો તે રમવા રે, મા ગરબે ઘૂમવા ને

આવી આવી નોરતાની રાત

આલાલીલા વાંસડિયા રે વઢાવુ

આરાસુરમાં અંબા કરે રે કિલ્લોલ

આભલામાં ઘૂમે આખું આભ રે

આભમાં ઉગ્યો છે ચાંદલો ને

આબુને રસ્તે બંગલા ચણાય છે

આપના મલકના માયાળુ માનવી

આદ્ય શક્તિ તુજને નમુ

આજનો ચાંદલીયો મને લાગે બહુ વ્હાલો

આજની ઘડી તે રળિયામણી

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગ

આજ ગરબે રમે છે દેવ-દેવી સંગે

આજ ગગનથી ચંદન ઢોળાય

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે

આ તો મારી માડીના રથનો રણકાર

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્

અલી રાસમણી રમવા આવ

અરજી સુણજે મારી

અમે મૈયારા કંસ રાજાના વાલા

અમે મહિયારા રે ગોકુળ ગામના

અંબાજી હિંચકે ઝુલે રે

અંબા રમે જગદંબા રમે આરાસુર વાળી અંબા રમે

અંબા માના ઉંચા મંદિર નીચા મોલ

અંબા અભય પદ દાયિની રે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે garba Lyrics

હો..માં..હો..માં..હો..માં..હો..માં

હો..માં..હો..માં..હો..માં..હો..માં

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે

સુઃખ નો સુરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે

સુઃખ નો સુરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે

તુસે માડી મારા કુળ નું અજવાળું

આખો સત્તા તારાવિના માં અંધારું

તન મન ધન માં સઘળું તમારું

તારાવિના નામ ના હોય મારુ

નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે

નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે

ભવોરે ભવનો તારો મારો આ સંઘ છે

તારી ભક્તિ નો મને લાગ્યો રૂડો રંગ છે

દિલ થી ધર્યો દીવો હૈયે ઉમંગ છે

લગની લાગી માડી મારા અંગે-અંગ છે

સાથ તારો હોય પછી સ્વર્ગ મારે ઘેર છે

સાથ તારો હોય પછી સ્વર્ગ મારે ઘેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે

ચૂડી ને ચાંદલો માં અમર તું રાખજે

ઘર પરિવાર ની લાજ માડી રાખજે

હોય કોઈ ભૂલ માડી અમને માફ કરજે

માવતર બની માડી અમને સાચવજે

તારી રે દયા થી આડે પોળે આનંદ છે

તારી રે દયા થી આડે પોળે આનંદ છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે

મારે ઘણી મેર છે

હઉ ને લીલા લેર છે

"

પરથમ સમરું સરસ્વતી ને Garba Lyrics

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને કો

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

હે………અલબેલી સૌ જોગણી ને

ગરબે ઘુમવા જાય

હો…….અલબેલી સૌ જોગણી ને

ગરબે ઘુમવા જાય

હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

1 2 3 4

લીલા તે ગજ નો સંચવો ને

કસબે ભરીયો તાર હે રમવા નીસર્યા માં

લીલા તે ગજ નો સંચવો ને

કસબે ભરીયો તાર હે રમવા નીસર્યા માં

લીલા તે ગજ નો સંચવો ને

કસબે ભરીયો તાર હે રમવા નીસર્યા માં

લીલા તે ગજ નો સંચવો ને

કસબે ભરીયો તાર હે રમવા નીસર્યા માં

હે………સારું સુંદર ઓઢણી ને

સરસ બની છે ચાલ

હો ………સારું સુંદર ઓઢણી ને

સરસ બની છે ચાલ

હે રમવા નીસર્યા માં

કાને તે કુંડળ ઝળહળે ને

તેજ તણો નહિ પાર

હે રમવા નીસર્યા માં

કાને તે કુંડળ ઝળહળે ને

તેજ તણો નહિ પારકો

હે રમવા નીસર્યા માં

કાને તે કુંડળ ઝળહળે ને

તેજ તણો નહિ પાર

હે રમવા નીસર્યા માં

કાને તે કુંડળ ઝળહળે ને

તેજ તણો નહિ પારકો

હે રમવા નીસર્યા માં

હે ……….લોલક ઝળકે હેમના ને

હીરા જડિત અપાર

ઓ ……..લોલક ઝળકે હેમના ને

હીરા જડિત અપાર

હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં"

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી Garba Lyrics

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી

મારુ મનડું છે ગોકુલ વનરાવન

મારા તનના આંગિણયાંમાં તુલસીના વન

હે મારા પ્રાણ જીવન…

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી

મારી આંખો વશે ગિરધારી રે ધણી

મારુ તન મન ગયું છે જેને વારી રે વારી

હે મારા શ્યામ મોરારિ…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું

હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું

મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું

જીવન સફળ કર્યું…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા

મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન

મારું મોહી લીધું મન…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો

મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો

મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો

હીરલો હાથ લાગ્યો…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

મારી અંત સમય કેરી સુણો રે અરજી

લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી

મને તેડાં રે યમ કેરાં કદી ન આવે

મારો નાથ તેડાવે…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…"

તારા નામની ચુંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે Garba Lyrics

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…

કોઇ કહે રાધા, કોઇ કહે મીરા

કાન્હા સંગ નામ જોડે છે…

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…

રાહ જોઇ બેઠી… જમનાને કાંઠે

બંધાણી જાણે પ્રેમની ગાંઠે

બંધાણી જાણે પ્રેમની ગાંઠે

બેઠી યમુના કાંઠે

વનરાવનનાં હર પથ્થર પર

જઇને માથા પટકે છે…

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…

કુંજ ગલીમાં બાવરી થઇને

પુછે હર ઘર ઘરમાં જઇને

પુછે ઘર ઘરમાં જઇને

બાવરી થઇ ને

મથુરા શહેરનાં હર એક ઘરમાં

માખણ મટકી લટકે છે…

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…

બાંકે બિહારી બંસી રે ધારી

ક્યાં રે ગયો મુને કરીને નોધારી

ક્યાં ગયો કરીને નોધારી

બંસી રે ધારી

પૂરા થશે ક્યારે મનનાં ઓરતા

કાળજામાં ખટકે છે

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…"

અલી રાસમણી રમવા આવ Ali Rasmani Ramva Aav Gujarati Garba Lyrics

અલી રાસમણી રમવા આવ

કે આવ્યા માનાં નોરતા

અલી ગરબામાં દિવડો પ્રગટાવ

ગોરી અબાંને શીષ નમાવ

કે આવ્યા માનાં નોરતા

અલી રાસમણી…

આવી આસોની અજવાળી રાત

એમાં મઘમઘતા તારલાની ભાત

તારી પાનીએ મેંદી મુકાવ

તારા રૂદિયાને રમણે ચડાવ

હે આવ્યા માનાં નોરતા

અલી રાસમણી…

તારી કાયાને શણગારી મેલ

સખી ચાચરના ચોકમાં ખેલ

તારા ગરબાને ફુલડે વધાવ

એમા ચૌદ બ્રહમાંડ રચાવ

હે આવ્યા માનાં નોરતા

અલી રાસમણી…"

મે તો શણગાર્યો ચાચર ચોક, માડી ઘેર આવોને Gujarati Garba Lyrics

મે તો શણગાર્યો ચાચર ચોક, માડી ઘેર આવોને

મે તો ગરબો માંડ્યો ગોળ, માડી ઘેર આવોને

વાગે ઢોલીડાના ઢોલ, માડી ઘેર આવોને

નવલી નવરાત્રીની રાત, માડી ઘેર આવોને

વાગે શરણાઈના ઢોલ, માડી ઘેર આવોને

મે તો શણગાર્યો ચાચર ચોક, માડી ઘેર આવોને


અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્ Ashadh Ucharam Megh Malharam Gujarati Garba Lyrics

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્

દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્

ના લહી સંભારમ્, પ્યારો અપારમ્, નંદકુમારમ્ નિરખ્યારી

કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી

શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ ભરસે, અંબરસેં

તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયાં પરસે, સાગરસેં

દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં, લગત જહરસેં, દુઃખકારી

કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી

ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા, પ્રેમ પ્રસરિયા, તન તરિયા

મથુરામેં ગરિયા, ફેરન ફરિયા, કુબજા વરિયા, વસ કરિયાં

વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા, મન નહિ ઠરિયા, હું હારી

કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી

આસો મહિનારી, આસ વધારી, દન દશરારી, દરશારી

નવનિધિ નિહારી, ચઢી અટારી, વાટ સંભારી, મથુરારી

ભ્રખુભાન દુલારી, કહત પુકારી, તમે થીયારી તકરારી

કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી



આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ Rudi ne Rangili re Gujarati Garbo Lyrics

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી…. મારે મંદિરિયે સંભળાય જો

પાણીડાંની મશે રે જીવન જોવા નીસરી રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

બેડા મેલ્યા મે તો માનસરોવર પાળ જો

ઈંઢોણી વળગાડી રે આંબલીયાની ડાળમાં રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

વાગે તારી ઝાંઝરનો ઝણકાર જો

હળવા હળવા હાલો તમે રાણી રાધિકા રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો

અહીંયા મેં તો દીઠા રે કામણગારો કાન જી રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ