"હે….ક્યાં વાગી ને ક્યાં ના…વાગી
મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી
ક્યાં વાગી ક્યાં ના વાગી મારા
વાલીડા ની વાંસળી ક્યાં વાગી
શ્રાવણ ઘનઘોર એમાં મોરલીનો શોર છે
શ્રાવણ ઘનઘોર એમાં મોરલીનો શોર છે
હે….મુને રગરગમાં રંગીલા ની
લગન્યું લાગી
મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી
હે ક્યાં વાગી ક્યાં ના વાગી મારા
વાલીડા ની વાંસળી ક્યાં વાગી
હે……આંખ્યું નું કાજળ ગાલે લગાડ્યું કે
અવળી ઓઢાણી ઓઢી ઓઢી ઓઢી હે
અવળી તે ઓઢાણી ઓઢી
બાંધી ના બાંધી પૂરી કમખા ની કાગ
અને સતજમુના ને આરે દોડી દોડી દોડી
તટ જમુના ને આરે દોડી
હે……આંખ્યું ને અણહારો એવો તો કારમો કે
કાળજા ની કોર મારી ગઈ રે ભાંગી
મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી
હે ક્યાં વાગી ક્યાં ના વાગી મારા
વાલીડા ની વાંસળી ક્યાં વાગી
લીલી ટોપી ને માથે મોર નું છોગું
હઈડા નાં હાર થી એ મુખડું છે મોંઘુ
લીલી ટોપી ને માથે મોર નું છોગું
હઈડા નાં હાર થી એ મુખડું છે મોંઘુ
હે….ખોરવી પાથરીને જશોદા ને વિનવી
૧ ૨
હે મેં તો આજ રાત કાનુડા ને લીધો માંગી
મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી
હે ક્યાં વાગી ક્યાં ના વાગી મારા
વાલીડા ની વાંસળી ક્યાં વાગી
હાથ માં ચૂડલો ને ડોક માં દોરો
પગે પેર્યા સાંકળા ને કેડમાં કંદોરો
હાથ માં ચૂડલો ને ડોક માં દોરો
પગે પેર્યા સાંકળા ને કેડમાં કંદોરો
હે……રાધા તારો રંગ ગોરો હું તો
કાલુડો છોરો
હો રાધા તારો રંગ ગોરો હું તો
કાલુડો છોરો
૧ ૨
કર્યું કામણ તે જોબન ની ભૂરકી નાખી
મારા વાલીડા ની વાંસળી ક્યાં વાગી
હે ક્યાં વાગી ક્યાં ના વાગી મારા
વાલીડા ની વાંસળી ક્યાં વાગી
છંદ ……………………"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો