મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023

અમે મૈયારા કંસ રાજાના Ame Mahiyara kans raja na

અમે મૈયારા કંસ રાજાના વાલા

કોઈને ના દઈએ દાણ રે

હારે કોઈને ના દઈએ દાણ રે

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મેલી દીયો ને સુંદર શ્યામ રે

અમે મૈયારા કંસ રાજાના વાલા

કોઈને ના દઈએ દાણ રે...

અષાઢે ગંગા વાલા, ઓલે કાઠે જાવાના ને,

વચમાં છે ગોકુળિયું ગામ

હા રે વાલા વચમાં છે ગોકુળિયું ગામ

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મારગડો મારો મેલી દીયો...

દુધે ભરી છે તલાવડી ને, મોતીડે બાંધી પાળ રે,

હા રે વાલા મોતીડે બાંધી પાળ રે,

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મારગડો મારો મેલી દીયો ને...

દૂધ તમારા ઢોળાઇ જશેને, તૂટશે મોતીડાંની પાળ

હા રે વાલા તૂટશે મોતીડાં ની પાળ

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મારગડો મારો મેલી દીયો...

ક્યા રાજાનો તુ બેટડોને શુ છે તમારા નામ

હા રે વાલા શુ છે તમારા નામ

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મારગડો મારો મેલી દીયો ને...

નંદ રાજા નો હું બેટડોને, કાન કુંવર અમારા નામ

હા રે વાલા કાન કુંવર અમારા નામ

મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે

મારગડો મારો મેલી દીયો..."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો