"રૂડી ને રંગીલી રે વહાલા તારી વાંસળી રેલોલ.
મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
પાણીડાંને મશે રે જીવણ જોવા નીસરી રે લોલ
બેડા મેલ્યાં માન સરોવર પાળ જો
ઈંઢોણી વળગાડી રે આંબલિયાની ડાળીએ રે લોલ
ગોપી તેહાલ્યા વનરા તે વનની મોઝાર જો
કાન વર કોડીલા રેકેડોમારોરોકી ઊભા રે લોલ
કેડો મેલો પાતળિયા ભગવાન જો
સાસુડી હઠીલી મારી નણદલ મહેણાં મારશે રે લોલ
વાગી તારા ઝાંઝરનો ઝણકાર જો
હળવાં હળવાં હાલોરેતમેરાણી રાધિકા રેલોલ
જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો
અહીંયાં કોઈએ દીઠા રે કામણગારા કાનને રે લોલ
નીરખી નીરખી થઈ છુંહુંતોન્યાલ જો
નરસૈંયાના સ્વમી રે બાઈયું અમનેભલે મળ્યા રે"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો