મંગળવાર, 12 સપ્ટેમ્બર, 2023

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ Rudi ne Rangili re Gujarati Garbo Lyrics

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી…. મારે મંદિરિયે સંભળાય જો

પાણીડાંની મશે રે જીવન જોવા નીસરી રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

બેડા મેલ્યા મે તો માનસરોવર પાળ જો

ઈંઢોણી વળગાડી રે આંબલીયાની ડાળમાં રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

વાગે તારી ઝાંઝરનો ઝણકાર જો

હળવા હળવા હાલો તમે રાણી રાધિકા રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો

અહીંયા મેં તો દીઠા રે કામણગારો કાન જી રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો