અંબાજી હિંચકે ઝુલે રે, મા ઝુલે રે આરાસુર ધામમાં
નવરંગા ઝુલણે ઝુલે રે, મા ઝુલે રે આરાસુર ધામમાં
અંબાજી હિંચકે ઝુલે રે…
હો દેવો ઝુલાવે મા અંબાનો ઝુલો (2)
આભેથી ફૂલડાં વરસે રે માં, ઝુલે રે… આરાસુર ધામમાં
અંબાજી હિંચકે ઝુલે રે…
નવરંગા ઝુલણે ઝુલે રે માં, ઝુલે રે… આરાસુર ધામમાં
અંબાજી હિંચકે ઝુલે રે…
સોનાના ગરબે માડી ગરબામાં ઘુમે
તાળીના તાલે માડી અંબાજી ઝુલે
ઢોલ શણગાર્યુ… વાગે રે આરાસુર ધામમાં
અંબાજી હિંચકે ઝુલે રે…"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો