નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભભકેલી,
પર્વત પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી,
બની ચંપક વેલી માણ્ય ભરેલી સોળ સાહેલી શણગારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી...... [1]

નવરાત નિહાળી દિનદયાળી કામ પ્રજાળી કિરતાળી,
જમરાપર જ્વાળી કોપ દશાળી ભરિયેલ ભાએ ભલકારી ,
દહરી ડાકાળી કર કાતાળી માયા વાળી મોરારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી....[2]

કરુણામય કરની ભવ જગ ભરની સંકટ હરની તું સરની,
વર શંકર વરની દૈતાં દરની ખપર ભરની દુઃખ હરની,
તારક જળ તરની આપ અમરની સદા સુમરની સુખકારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી..... [3]

શણગાર સજેલી આપ અકેલી સિંહ ચડેલી ચમકેલી,
શિખર પર સેલી વરે વહેલી તિહાં રહેલી રણઘેલી,
જ્યોતી ઝળકેલી ધજા ફરકેલી આપ દિઠેલી અણધારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી..... [4]

નવરાત નિવાસં હરદ હુલ્લાસં રમતી રાસં હરખાશં,
ઉજ્વળ કર આશં મંગલ માશં નવે નિવાસં નવરાશં,
પુરણ કર પ્યાસં ભવજલ ભાસં નિસ્તરાશં નરનારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી..... [5]

કર રૂપ કરાળં નહદ નતાળં ભગતાં ભાળં વિકરાળં,
મહિષાસુર મારં તૈગતી તારં કર કરારં ખોંખારં,
ધધકે લોહી ધારં આપ અહારં પાડા જાડા પડકારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી..... [6]

નિરખી સુખ ન્યારા દેવ દિદારા પામત પારા કો આરા,
કવિ ‘પિંગલ’ ઉચારા શુભ ગુણ સારા માતું તારા મન ધારા,
માફિ કર મારા અવગુણ સારા દોષ હજારા દિલધારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી..... (7)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો