માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને સસરાજી મળિયા
મને લાજું કાઢ્યા ની
ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને સાસુજી મળિયા
મુને પાયે પડ્યા ની
ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને જેઠજી મળિયા
મુને ઝીણું બોલ્યાની
ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને જેઠાણી મળિયા
મુને વાદે વદ્યા ની
ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને નણદલ મળિયા
મુને મેણા માર્યા ની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો