મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023

આભમાં ઉગ્યો છે ચાંદલો ને Abh Ma ugyo ne chandlo ne Gujarati Garba Lyrics

આભમાં ઉગ્યો છે ચાંદલો ને

સાથે રાસડાની રમઝટ હો

ઢોલકના તાલ પર પડે છે તાળી ને

ગરબાની રમઝટ હો

નવનવ દિવડાની જ્યોત પ્રગટાવી (૨)

નવનવ રંગોની ગરબી સજાવી (૨)

સોના રૂપાની માડી થાળી સજાવી ને

દિવડાંની ઝગમગ હો…. આભમાં

નવરંગ ફૂલોની માળા બનાવી (૨)

નવનવ રંગોની આરતી સજાવી (૨)

ભાવભર્યા હૈયે મે આરતી ઉતારી કે

આરતી ઝગમગ હો…. આભમાં"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો