મંગળવાર, 12 સપ્ટેમ્બર, 2023

અલી રાસમણી રમવા આવ Ali Rasmani Ramva Aav Gujarati Garba Lyrics

અલી રાસમણી રમવા આવ

કે આવ્યા માનાં નોરતા

અલી ગરબામાં દિવડો પ્રગટાવ

ગોરી અબાંને શીષ નમાવ

કે આવ્યા માનાં નોરતા

અલી રાસમણી…

આવી આસોની અજવાળી રાત

એમાં મઘમઘતા તારલાની ભાત

તારી પાનીએ મેંદી મુકાવ

તારા રૂદિયાને રમણે ચડાવ

હે આવ્યા માનાં નોરતા

અલી રાસમણી…

તારી કાયાને શણગારી મેલ

સખી ચાચરના ચોકમાં ખેલ

તારા ગરબાને ફુલડે વધાવ

એમા ચૌદ બ્રહમાંડ રચાવ

હે આવ્યા માનાં નોરતા

અલી રાસમણી…"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો