મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023

મને લઇ જા ને તારી સંગાથ mane lai ja ne tari sangath tara vina

"મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી

કાના આવે છે , તારી બહુ યાદ , તારા વિના ગમતું નથી

મને લઇ જા.. લઇ જા.. લઇ જા… રે લઇ જા..

મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી



નૈને નિદ્રા ના આવે , ઝબકી ને જાગતી , વેરણ વિરહ ની રાત

માંડ માંડ પડે છે પ્રભાત , તારા વિના ગમતું નથી

મને લઇ જા.. લઇ જા.. લઇ જા… રે લઇ જા..

મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી


સૂનું વનરાવન ને ગાયોનું ગોંદરૂ , સૂનું યમુના નું ઘાટ

સૂના લાગે કદંબ ના ઝાડ , તારા વિના ગમતું નથી

મને લઇ જા.. લઇ જા.. લઇ જા… ને લઇ જા..

મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી



કહ વિધાન કે રાધા હજુ નથી માનતી, આવું કરે નઈ મારો કાન

રાધા જુરે છે દિવસ ને રાત, કે તારા વિના ગમતું નથી

મને લઇ જા.. લઇ જા.. લઇ જા… રે લઇ જા..

મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો