હે મારી…… શેરીએથી ……..
કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
હે મારી
1 2 3 4
હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
હે હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ.
હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
હે …સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
1 2
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ.
નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ.
હે મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇને અમરાપરમાં છોડિયા રે લોલ
જઇને અમરાપરમાં છોડિયા રે લોલ
હે અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો માન્યું કે હરિ અહીં મળે રે લોલ
હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
હે મારી
હે ..મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ
1 2
મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ
તાંબાના તાસમાં ટાઢો કર્યો રે લોલ
તાંબાના તાસમાં ટાઢો કર્યો રે લોલ
હે હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યો રે લોલ
મારે કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
હે મુને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો જમાડું જમણા હાથનો રે લોલ
હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
હે મારી શેરીએ થી કાનકુંવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
1 2 3
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
મુખેથી મોરલી વગાડતા રે લોલ."
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો