"આજની ઘડી તે રળિયામણી.
હેમારો વહાલોજી આવ્યાની વધામણી હોજી રે...આજની ...
જી રે તરિયા તોરણ તો બંધાવિયાં
હેમારા વહાલાજીને મોતિડે વધાવિયાં હોજી રે...આજની ...
જિ રે લીલુડા વાંસ વઢાવીએ
હેમારા વહાલાજીનોમંડપ રચાવીએહોજી રે...આજની ...
પૂરોપૂરો સોહાગણ સાથિયો
હેવહાલો આવે મલપતો હાથિયો હોજી રે...આજની ...
જી રેજમુનાનાં જળ મંગાવીએ
હેમારા વહાલાજીનાં ચરણ પખાળી એહોજી રે...આજની ...
સહુસખીઓ મળીને વધાવીએ
હેમારા વહાલાજીનાં મંગળ વધાવીએ હોજી રે...આજની ...
જી રેતન મન ધન ઓવારીએ
હેમારાં વહાલાજીની આરતી ઉતારીએ હોજી રે...આજની ...
જી રેરસ વાધ્યોછે અતિ મીઠડો
હેમહેતા નરસૈંનો સ્વામી દીઠડો હોજી રે...આજની "
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો