સોમવાર, 26 ઑગસ્ટ, 2024

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહી આવું

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે

ગોકુળિયે ગામ નહી આવું

નહી આવું

નહી આવું રે

ગોકુળિયે ગામ નહી આવું રે

ગોકુળિયે ગામ નહી આવું રે


ગોકુળિયે ગામ નહી આવું રે

ગોકુળિયે ગામ નહી આવું રે


જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે

જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે

મુરલીની તાન નહીં લાવું

નહીં આવું

નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે


જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે

જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે

ઊભો કદંબનો ઘાટ

ઊભો કદંબનો ઘાટ

જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે

ઊભો કદંબનો ઘાટ

ઊભો કદંબનો ઘાટ


લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને

લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને


રહી ગઈ વેદનાની વાટ

રહી ગઈ વેદનાની વાટ

રહી ગઈ વેદનાની વાટ

રહી ગઈ વેદનાની વાટ


ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ મુકો કે

ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ મુકો કે

શમણાંને સાદ નહી આવું

નહી આવું

નહી આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે


આટલી અધીરતા જવામાં છે કેમ

આટલી અધીરતા જવામાં છે કેમ

જરા એક નજર ગાયો પર નાખો

એક નજર ગાયો પર નાખો

આટલી અધીરતા જવામાં છે કેમ

જરા એક નજર ગાયો પર નાખો

એક નજર ગાયો પર નાખો


આખરી એ વાર કોઈ મટકી માં બોળીને

આખરી એ વાર કોઈ મટકી માં બોળીને

આંગળીનું માખણ તો ચાખો

એકવાર નીરખીને ગામ પછી કહી દો કે

એકવાર નીરખીને ગામ પછી કહી દો કે

પાંપણને પાન નહીં આવું

નહીં આવું

નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે


Ekvar shyam tame radha ne kahi do ke gokuliye gam nahi aavu gujarati garba lyrics

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો રે પાર્વતી


ડોક પ્રમાણે હારલો ઘડાવજો

હારલો પહેરીને જોવા જાય રે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


નાક પ્રમાણે નથડી ઘડાવજો

નથડી પહેરીને જોવા જાય રે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


હાથ પ્રમાણે ચૂડલો ઘડાવજો

ચુડલો પહેરીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


પગ પ્રમાણે ઝાંઝર ઘડાવજો

ઝાંઝર પહેરીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


માથા પ્રમાણે ચુંદડી રે ઓઢજો

ચુંદડી ઓઢીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..

Van ma mahadev no chelo shankhalo vagadshe gujarati song lyrics

હે ઓલા ગોવાળિયાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ જાય

આ સંગ હાલ્યો સૌ જાત્રા કરવા મને જાવાનું મન થાય  (2)

હે ઓલા ગોવાળિયાને કોણ સમજાવે 

વ્રજ મને કોણ લઈ જાય

હે મને કનૈયા ના કાગળ  આવે 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


સાસુજી મારા હઠીલા  નણદલ  છે નઠાર  (2)

હે મારી જેઠાણીના જોર બહુ ઝાઝા 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


સવાર માં વહેલી ઉઠી હું નીકળી અને લીધો વ્રજ નો મારગ (2)

ભલે ગોતે  રે આખું ગામ 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


વ્રજ હુતો પહોંચી ગઈ અને ત્યાં કૃષ્ણ રમે રાસ  (2)

હું તો ગોપિયું બેલી રમી રાસ 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


kanuda ne kon samajave ke vraj mane kon lai jay gujarati lyrics

મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023

આજની ઘડી તે રળિયામણી Aaj ni ghadi te raliyamani

 "આજની ઘડી તે રળિયામણી.

હેમારો વહાલોજી આવ્યાની વધામણી હોજી રે...આજની ...


જી રે તરિયા તોરણ તો બંધાવિયાં

હેમારા વહાલાજીને મોતિડે વધાવિયાં હોજી રે...આજની ...


જિ રે લીલુડા વાંસ વઢાવીએ

હેમારા વહાલાજીનોમંડપ રચાવીએહોજી રે...આજની ...


પૂરોપૂરો સોહાગણ સાથિયો

હેવહાલો આવે મલપતો હાથિયો હોજી રે...આજની ...


જી રેજમુનાનાં જળ મંગાવીએ

હેમારા વહાલાજીનાં ચરણ પખાળી એહોજી રે...આજની ...


સહુસખીઓ મળીને વધાવીએ

હેમારા વહાલાજીનાં મંગળ વધાવીએ હોજી રે...આજની ...


જી રેતન મન ધન ઓવારીએ

હેમારાં વહાલાજીની આરતી ઉતારીએ હોજી રે...આજની ...


જી રેરસ વાધ્યોછે અતિ મીઠડો

હેમહેતા નરસૈંનો સ્વામી દીઠડો હોજી રે...આજની "

જુઓ જશોદા મારી ગોળી ફોડી Juo jashoda mari goli fodi

 "ગોળી ફોડી મારી ગોળી ફોડી

જુઓ જશોદા મારી ગોળી ફોડી


ગામની ગમાણમાં ગોવિંદ સંતાયા

વાછરુ સર્વેમેલ્યા છોડી ...


સૂતાં બાળકનાં અંગ મરોડ્યા

નઈયાં નેનેતરાં નાખ્યા તોડી

શીકેથી વહાલેગોરસ ઉતાર્યાં

ખાધાં નહીં એટલાં નાખ્યા ઢોળી ...


ચાર પાંચ ગોપીઓટોળેમળીને

કાનાનેબાંધી દઈએતાણી ...જુઓ...


ચાલોજશોદા માતાનેકહીએ

કાનોકનડેછેશુંરેજાણી ...જુઓ...


વલ્લભના સ્વમી પ્રભુ

રસિયા નેતોફાની

ગોળી ફોડી એણેજાણી જાણી ...જુઓ."

નાગર નંદજીના લાલ nagar nandaji na lal ras ramta

 "નાગર નંદજીના લાલ

રાસ રમતાં મારી નથડી ખોવાણી

કાના જડી હોય તોઆલ ...રાસ ...


નાની નાની નથડી ને માંહી જડેલા હીરા

નથડી આપોને તમે સુભદ્રાના વીરા ...નાગર ...


નાનેરી પહેરું તો મારે નાકેન સોહાય

મોટેરી પહેરું તોમારા મુખ પર ઝોલા ખાય ...નાગર ...


વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર

રાધાજીની નથડીનો શામળીયો છે ચોર ...નાગર ...


નથડી આપોને પ્રભુનંદના કુમાર

નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર ...ન"

રૂડી ને રંગીલી રે વહાલા તારી વાંસળી Rudi ne rangili vala tari vansali

 "રૂડી ને રંગીલી રે વહાલા તારી વાંસળી રેલોલ.

મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રે લોલ


વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો

પાણીડાંને મશે રે જીવણ જોવા નીસરી રે લોલ

બેડા મેલ્યાં માન સરોવર પાળ જો

ઈંઢોણી વળગાડી રે આંબલિયાની ડાળીએ રે લોલ

ગોપી તેહાલ્યા વનરા તે વનની મોઝાર જો

કાન વર કોડીલા રેકેડોમારોરોકી ઊભા રે લોલ

કેડો મેલો પાતળિયા ભગવાન જો

સાસુડી હઠીલી મારી નણદલ મહેણાં મારશે રે લોલ

વાગી તારા ઝાંઝરનો ઝણકાર જો

હળવાં હળવાં હાલોરેતમેરાણી રાધિકા રેલોલ

જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો

અહીંયાં કોઈએ દીઠા રે કામણગારા કાનને રે લોલ

નીરખી નીરખી થઈ છુંહુંતોન્યાલ જો

નરસૈંયાના સ્વમી રે બાઈયું અમનેભલે મળ્યા રે"