વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે
વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી
વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે
શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો રે પાર્વતી
ડોક પ્રમાણે હારલો ઘડાવજો
હારલો પહેરીને જોવા જાય રે મહાદેવને મેળે ચાલો પાર્વતી
વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..
નાક પ્રમાણે નથડી ઘડાવજો
નથડી પહેરીને જોવા જાય રે મહાદેવને મેળે ચાલો પાર્વતી
વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..
હાથ પ્રમાણે ચૂડલો ઘડાવજો
ચુડલો પહેરીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી
વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..
પગ પ્રમાણે ઝાંઝર ઘડાવજો
ઝાંઝર પહેરીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી
વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..
માથા પ્રમાણે ચુંદડી રે ઓઢજો
ચુંદડી ઓઢીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી
વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..
Van ma mahadev no chelo shankhalo vagadshe gujarati song lyrics
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો