આ સંગ હાલ્યો સૌ જાત્રા કરવા મને જાવાનું મન થાય (2)
હે ઓલા ગોવાળિયાને કોણ સમજાવે
વ્રજ મને કોણ લઈ જાય
હે મને કનૈયા ના કાગળ આવે
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય
સાસુજી મારા હઠીલા નણદલ છે નઠાર (2)
હે મારી જેઠાણીના જોર બહુ ઝાઝા
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય
સવાર માં વહેલી ઉઠી હું નીકળી અને લીધો વ્રજ નો મારગ (2)
ભલે ગોતે રે આખું ગામ
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય
વ્રજ હુતો પહોંચી ગઈ અને ત્યાં કૃષ્ણ રમે રાસ (2)
હું તો ગોપિયું બેલી રમી રાસ
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય
kanuda ne kon samajave ke vraj mane kon lai jay gujarati lyrics
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો