આવી છે નોરતાની રાત,
માડી હું જોઉં તારી વાટ,
આવી છે નોરતાની રાત,
માડી હું જોઉં તારી વાટ...
ગરબે રમવા આવો હો મારી માઁ..
ગરબે રમવા આવો હો મારી માઁ..
(સુખકર્તી દુઃખહર્તી એવી મારી માઁ..
ભક્તોના દુઃખહર્તી એવી મારી માઁ..) x2
ગરબો શિરે રાખી સોળે સજીને..
સખી સહિયરો સાથે ટોળે વળીને..
માડીની આજુબાજુ સહિયરો ઝૂમે..
ચાચરના ચોકે માડી ગરબે ઘૂમે..
(માડીને રમતા જોઈ હૈયું હરખાય..
તમ દર્શનથી જીવન ધન્ય થાય..) × 2
જીવન ધન્ય થાય..
આવી છે નોરતાની રાત,
માડી હું જોઉં તારી વાટ,
હે માઁ.. હે માઁ.. હે માઁ.. હે માઁ..
આરાસુર વાળી અંબે માઁ
ચોટીલે બિરાજે ચામુંડા..
ભગુડામાં સોહે મોગલ માઁ..
રાજપરા ધામે ખોડલ માઁ..
શંખલપુર બહુચર માડી
ભદ્રમાં મહાકાળી
ઉંઝામાં ઉમિયા માડી..
કુમકુમના પગલાં પાડી..
ઝાંઝરના ઝણકારે
આવો સૌ રમવા માડી..
આવો માઁ આવો માઁ આવો..
આવો માઁ આવો માઁ આવો..
આવો માઁ આવો માઁ આવો..
આવો માઁ આવો માઁ આવો..
માઁ આવો, માઁ આવો.. માઁ આવો..
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
-
તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે... હે... ક્યો તો ગોરાંદે મેડીયું ચણાવું અને ટોડલે મોર...
-
નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભભકેલી, પર્વત પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી, બની ચંપક વેલી માણ્ય ભરેલી સોળ સાહેલી શણગારી, ચામુંડા ચં...
-
કચ્છમાં અંજાર મોટા શે'ર છે હો જી રે તિયાં જેસલના હોઈ રે રંગ મો'લ રાજ હો રાજ ! હળવે હાંકોને સતી ઘોડલાં જી રે હળવે હાંકોને સતી ઘોડ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો