મંગળવાર, 29 મે, 2018

રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મોલ

રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી,
હાથડીએ હીરા જડ્યા રે લોલ.
ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી,
પગડીએ પદમ જડ્યાં રે લોલ.
ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી,
મુખડલે અમી ઝરે રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી  ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો