મંગળવાર, 29 મે, 2018

રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો

રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.… રૂખડ બાવા …
જેમ ઝળૂંબે કંઇ ધરતી માથે આભ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.… રૂખડ બાવા …
જેમ ઝળૂંબે કંઇ કૂવાને માથે કોસ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.… રૂખડ બાવા …

જેમ ઝળૂંબે કંઇ મોરલી માથે નાગજો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.… રૂખડ બાવા …

જેમ ઝળૂંબે કંઇ બેટાને માથે બાપ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.… રૂખડ બાવા …
રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો