ગુરુવાર, 25 ઑક્ટોબર, 2018

આવી છે નોરતાની રાત

આવી છે નોરતાની રાત, માડી હું જોઉં તારી વાટ, આવી છે નોરતાની રાત, માડી હું જોઉં તારી વાટ... ગરબે રમવા આવો હો મારી માઁ.. ગરબે રમવા આવો હો મારી માઁ.. (સુખકર્તી દુઃખહર્તી એવી મારી માઁ.. ભક્તોના દુઃખહર્તી એવી મારી માઁ..) x2 ગરબો શિરે રાખી સોળે સજીને.. સખી સહિયરો સાથે ટોળે વળીને.. માડીની આજુબાજુ સહિયરો ઝૂમે.. ચાચરના ચોકે માડી ગરબે ઘૂમે.. (માડીને રમતા જોઈ હૈયું હરખાય.. તમ દર્શનથી જીવન ધન્ય થાય..) × 2 જીવન ધન્ય થાય.. આવી છે નોરતાની રાત, માડી હું જોઉં તારી વાટ, હે માઁ.. હે માઁ.. હે માઁ.. હે માઁ.. આરાસુર વાળી અંબે માઁ ચોટીલે બિરાજે ચામુંડા.. ભગુડામાં સોહે મોગલ માઁ.. રાજપરા ધામે ખોડલ માઁ.. શંખલપુર બહુચર માડી ભદ્રમાં મહાકાળી ઉંઝામાં ઉમિયા માડી.. કુમકુમના પગલાં પાડી.. ઝાંઝરના ઝણકારે આવો સૌ રમવા માડી.. આવો માઁ આવો માઁ આવો.. આવો માઁ આવો માઁ આવો.. આવો માઁ આવો માઁ આવો.. આવો માઁ આવો માઁ આવો.. માઁ આવો, માઁ આવો.. માઁ આવો..

બુધવાર, 10 ઑક્ટોબર, 2018

મળ્યા માના આશીર્વાદ | MALYA MA NA AASHIRVAD

હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મહેર છે - 2
મા ના રે પ્રતાપે મારે લેર લીલા લહેર છે
એ ....... સુખ નો સૂરજ ઉગ્યો મા પધાર્યા મારે ઘેર છે ..
હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મહેર છે.....

તુ ચે માદી મારી કુદ ની અજાવાડુ ..
તું છે માંડી મારા કુળ નું અજવાળું
આંખો છતાં માં તારા વિના અંધારું
તન મન ધન માં સઘળું તમારું
તારા વિના નામ ના હોય મારું
હે નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે  -૨
હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મહેર છે....

આ ભવો રે ભવનો તારો મારો આ સંગ છે
તારી ભગતીનો મને લાગ્યો રૂડો રંગ છે
દિલ થી ધર્યો દીવો હૈયે ઉમંગ છે
લગની લાગી માડી  મારા અંગે રે અંગ છે
હે ..... સાથ તારો હોય પછી સ્વર્ગ મારે ઘેર છે - ૨
હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મહેર છે....

હો ચૂડી ને ચાંદલો માં અમર તું રાખજે
ઘર પરિવાર ની લાજ માડી રાખજે
હોય કોઈ ભૂલ માડી અમને માફ કરજે
માવતર બની માડી અમને સાચવજે
હે.... તારી રે દયા થી આઠે પોર આનંદ છે  -૨
હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મહેર છે....